વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા પહેલા તમામ રાજકીય નેતાઓ પ્રચારમા જોડાયા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તેમના પૂર્વ મત વિસ્તાર ઘાટલોડિયામા પ્રચાર માટે પહોચ્યા હતા. બીજેપીના કાર્યકાળ દરમ્યાન થયેલા વિકાસના કાર્યો અગે લોકોને જાગૃત કરીને બુલેટ ટ્રેનના લાભ ગણાવ્યા હતા. વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. બહુમતી સાથે ભાજપની સરકાર બનશે તેવી આશા વ્યકત કરી હતી.
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે તમામ રાજકીય નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તેમના પૂર્વ મત ક્ષેત્ર ઘાટલોડીયામાં પ્રચાર માટે પહોચ્યા હતા. એક સંમેલનને સંબોધિત કરતા બીજેપી અને તેમના કાર્યકાળ દરમિયાન થયેલ કાર્યોનો લોકો સમક્ષ હિસાબ આપ્યો હતો.
સાથે જ ઘાટલોડિયા વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર ભુપેન્દ્ર પટેલને એક લાખ કરતા પણ વધારે મતોથી જીતાડવા લાવવા હાંકલ કરી હતી. વિકાસના કામો સામે થયી રહેલ પ્રશ્નો અંગે પણ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વિકાસના કામો થઇ રહ્યા છે છતાં પણ કેટલાક લોકોને વિકાસ નથી દેખાઈ રહ્યો.
બુલેટ ટ્રેનના લાભા લાભ ગણાવતા આનંદીબેને જણાવ્યું હતુ કે જાપાન દ્વારા ૧૦ પૈસાના દરે લોન આપવામાં આવી છે. બુલેટ ટ્રેન જરૂરિયાત બની છે ત્યારે દિલ્હીથી આવતા કેટલાક લોકોને તેની જરૂરીયાત નથી સમજાતી. બુલેટ ટ્રેન બન્યા બાદ વિરોધ કરનારને ગાડુ લઈને મુંબઈ જવાની સલાહ પણ આનંદીબેને આપી હતી.