દહેગામ-નરોડા હાઇવે ઉપર બેફામ સ્પિડે જતી કારના ચાલકે સામે આવતા બાઇકની સાથે અકસ્માત સર્જી દીધો હતો. વડોદરા પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળેા જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ડભોડા પોલીસે કાર ચાલકની વિરૂદ્ધ ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના માર્ગનો પહોળા અને સુંવાળા બનાવવામાં આવતા નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોય તેમ પોલીસ ચોપડે નોંધાયેલા અકસ્માતના બનવો પરથી લાગી રહ્યું છે. જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત દહેગામ-નરોડા હાઇવે ઉપર ગત શનિવારની રાત્રીએ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે ડભોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ એ જણાવ્યું હતું કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાસરપુર ગામમાં રહેતા નાથુલાલ રોથ જીજે-૧૨-એફએફ-૩૧૦૯ નંબરના બાઇક ઉપર રાજસ્થાનથી જશોદાનગર જતા હતા.