પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસોને મોટો ઝાટકો વાગ્યો છે. મેહુલ ચોક્સીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે અને પોતાને એન્ટીગુઆનો નાગરિક દર્શાવ્યો છે. આનો અર્થ એ કે મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા ત્યાગી દીધી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ હાઇ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
ઁદ્ગમ્ કોભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ પાસપોર્ટ નં. ઢ ૩૩૯૬૭૩૨ જમા કરાવ્યો છે. ભારતીય નાગરિકતા કેન્સલ કરવા મેહુલ ચોક્સીએ ૧૭૭ યૂએસ ડોલરનો ડ્રાફ્ટ પણ જમા કરાવ્યો છે. નાગરિકતા છોડવા માટેના ફોર્મમાં ચોક્સીએ પોતાનું નવું સરનામું લખાવ્યું છે – જોલી હાર્બર સેન્ટ માર્કસ, એન્ટીગુઆ. આ અંગે વિદેશ ખાતાના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહખાતાને જાણકારી આપી હતી.
ચોક્સીએ ભારતીય હાઇ કમિશનને કહ્યું કે તેણે નિયમો અંતર્ગત એન્ટીગુઆની નાગરિકતા લેતા ભારતની નાગરિકતા છોડી દીધી છે. ચોક્સીએ ૨૦૧૭માં જ એન્ટીગુઆની નાગરિકતા લઇ લીધી હતી.
ચોક્સીના વકીલોનું માનવું છે કે આમ કરવાથી ભારત દ્વારા ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસોને મોટો ઝાટકો વાગ્યો છે. મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે નોટિસ જાહેર કરી છે. ભારતની એજન્સીઓ લગાતાર તેની શોધમાં લાગી છે. જોકે જાણકારોના મતે ચોક્સીનું ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવું પણ કામ નહીં લાગે કારણ કે તેણે જે ગુનો આચર્યો છે એ ભારતની ધરતી ઉપર આચર્યો છે. એ સંજોગોમાં તેના ઉપર કાર્યવાહી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડમાં મેહુલ ચોક્સી મુખ્ય આરોપીઓમાંનો એક છે. ચોક્સીનો સંબંધી નીરવ મોદી આ મામલામાં મુખ્ય આરોપી છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. ૧૩,૭૦૦ કરોડનું પીએનબી કૌભાંડ સામે આવ્યું હતું. ચોક્સી તે પહેલાં જ વિદેશ ભાગી ગયો હતો. ભારતની અરજીના કારણે ઈન્ટરપોલે ગયા મહિને ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
ચોક્સી એન્ટીગુઆમાં રહે છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ત્યાંની નાગરિકતા મેળવી લીધી છે. વિદેશ મંત્રાલયે તેને કહ્યું હતું કે, તેઓ ડબલ નાગરિકત્વ ન રાખી શકે. ૩.મેહુલ ચોક્સી અને તેના સંબંધી નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કની મુંબઈમાં આવેલી બ્રેડી હાઉસ બ્રાન્ચના અધિકારીઓની મીલીભગતથી ૧૩,૭૦૦ કરોડથી વધુ કૌભાંડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે.