નવી દિલ્હી : સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ આજે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને લાગુ કરવા અને ખેડુતો સાથે જોડાયેલી માંગોને લઈને ૩૦મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની ભુખ હડતાલની જાહેરાત કરી હતી. હજારેએ કહ્યું હતું કે જો લોકપાલની રચના થઈ હોત તો રાફેલ કૌભાંડ થયું ન હોત. તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં લોકપાલ અને લોકાયુક્ત ૨૦૧૩ને અમલી કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહ્યું નથી. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા અન્ના હજારેએ કહ્યું હતું કે દેશ પર તાનાશાહીની તરફ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં લોકપાલની માંગને લઈને અન્ના હજારે ત્રીજી વખત ભુખ હડતાલ ઉપર જઈ રહ્યા છે.
સિવિલ સોસાયટીની સભ્યો તથા વિવિધ જુથોનું નેતૃત્વ કરીને એપ્રિલ ૨૦૧૧માં પ્રથમ વખત રામલીલા મેદાન પર અચોક્કસ મુદતની ભુખ હડતાલ યોજવામાં આવી હતી. હજારેએ પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે જો લોકપાલની સ્થિતિ રહી હોત તો રાફેલ જેવું કૌભાંડ થયું ન હોત. રાફે સાથે જોડાયેલા કાગળોને લઈને પણ વાત કરી હતી. બે દિવસ આ કાગળોને લઈને અભ્યા કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરશે. અન્નાએ કહ્યું હતું કે તેમને એ વાત સમજાઈ રહી નથ કે સમજૂતીથ એક મહિના પહેલા બનાવવામાં આવેલી કંપનીને આમાં ભાગીદાર કંપની કઈ રીતે બનાવી શકાય છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે તેઓ પોતાના વતન ગામ રાલેગણસિધ્ધીમાં ભૂખ હડતાલ કરશે. સરકાર દ્વારા માંગ પુરી કરવામાં ન આવે ત્યાં સુધી ભુખ હડતાલ જારી રાખશે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સરકાર લેખિતમાં કહી ચુકી છે કે તેઓ લોકપાલ કાયદાને પસાર કરશે.