સવંત ૨૦૭૫ શાકે ૧૯૪૦ ઉત્તરાયણ સૂર્ય તથા શિશિર ઋતુ દરમિયાન કાલે તા.૨૨ જાન્યુઆરીથી પ્રારંભ થતો પોષ માસનો કૃષ્ણપક્ષ તા.૪-૨-૧૯નાં પૂર્ણ થાય છે.
આ પક્ષમાં તા.૨૩ નેતાજી જયંતી, તા.૨૪ સંકટ ચતુર્ષી (ચન્દ્રોદય ક.૨૧-૫૧)તા.૨૬ ગણરાજ્ય દિન તા.૨૭ કાલાષ્ટમી શ્રી રામાનંદાચાર્ય જયંતિ તા.૨૮ લાલા લજપતરાય જયંતિ તા.૩૧ એકાદશી તા.૨ શનિ પ્રદોષ તથા તા.૪ સોમવતી અમાવાસ્યા છે. ‘વિછુડો’ તા.૨૯ (ક. ૦૯ મિ.૦૧)થી તા.૩૧ (ક.૧૮મિ.૪૧) સુધી રહેશે. આ પક્ષમાં પંચક નથી.
તા.૧૫ જાન્યુઆરીનાં રોજ કમુરતા પૂરા થતા હવે લગ્નસરાની સિજન પૂરબહારમાં ખિલી ઉઠી છે. તા.૨૩-૨૫-૨૬-૨૭-૨૮ તથા ૨૯ તથા ૦૧ ફેબ્રુ લગ્નનાં શ્રેષ્ઠ નક્ષત્રો હોવાનું સંખ્યાંબધ લગ્નોનું આયોજન થયુ હોય તે દિવસોમાં દરેક વાડી પાર્ટીપ્લોટ તથા હોલ ભરચક કળશ સ્થાપન માટે તા.૦૧ ફેબ્રુ શુભ છે. ઉપનયન (જનોઈ)કે ખાતમુર્હુત માટે કોઈ પણ સંતોષજનક દિવસ નથી. આવતો.
સામાન્ય દિન શુધ્ધીની દ્રષ્ટિએ રોજબરોજનાં નાના મોટા કાર્યો માટે તા.૨૫-૨૭-૨૮-૩૦ શુભ શ્રેષ્ઠ, તા.૨૩-૨૬-૨૯-૩૧ મધ્યમ તેમજ તા.૨૨-૨૪-૦૨-૦૩ તથા ૦૪ અશુભ છે.
ખેડુતો મિત્રોને હળ જોડવા માટે ઉપરાંત આદુ રતાળુ સુરણ ખોદવા તેમજ કેળ અને અન્ય વાવેલા પાકને પાણી પાવા માટે શાકબાજી અને અન્ય વાવેતર કરવા માટે તા.૨૩-૨૫-૨૭-૨૮-૩૦ તથા ૦૧ શ્રેષ્ઠ છે. અનાજની કાપણી લણણી તથા નિંદામણ માટે તા.૨૩-૨૫-૨૬-૨૮-૩૧ તથા તા.૦૧ થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ અલગ કરવા માટે તા.૨૩-૨૫-૩૦-૩૧, માલની ખરીદી માટે તા.૨૭- શુભ ગણાય. વેચામ માટે કે ઘર ખેતર ભૂમિની લેવડદેવડ માટે આ પક્ષમાં સંતોષકારક મુર્હુત આવતુ નથી.
ગ્રહયાનની સ્થિતિ જોઈએ તો હાલ સૂર્ય મકરમાં ધનમાં, રાહુ કર્ક તથા કેતુ મકરમાં ભ્રમણ કરશે. ચંદ્ર આ પક્ષમાં કર્કથી શરૂ કરીને મકર સુધી ભ્રમણ પૂર્ણ કરશે. ગુર-મંગળવચ્ચે થયેલા પરિવર્તન યોગનાં કારણે આ પક્ષમાં જન્મેલા બાળકો તેજસ્વી ભાગ્યશાળી તથા સુંદર વ્યક્તિત્વ ધરનાવનાર થાય છે. તા.૩૦(ક.૧૬-૪૧)થી તા.૩૧ (ક.૧૮-૪૧)સુધી જયેષ્ઠા નક્ષત્રનો દોષ હોવાથી વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શનલઈને દોષ માટેની જરૂરી નિવારણ વિધી ખાસ કરી લેવી.
ખગોળરસિકો તા.૨૩-ચંન્દ્ર મધા તા.૩૧-ગુરૂતથા ચંન્દ્ર શત્રુ તેમજ તા.૨નાંરોજ ચન્દ્ર શનિની યુતિ નિહાળી શકશે.
આ પક્ષમાં દિવસો સિંહ, તુલા, મકર, મેષ માટે (શ્રેષ્ઠ) ઈચ્છિત સફળતા, સુખ, ઉન્નતિ, તથા સંતોષ સૂચવે છે. વૃષભ, વૃશ્ચિક, કુંભ, કન્યા માટેે (મધ્યમ)વાદવિવાદ, અકળામણ, અસ્વસ્થતા તથા નિર્ણયોમાં દ્વિધા, રખાવે. જ્યારે ધન, મિથુન, મીન તથા કર્ક માટે (સામાન્ય)હાનિ, દુઃખ, તહોમત, સંઘર્ષ તથા વ્યથાનું વાતાવરણ રહ્યા કરે. મુંજવતી અંગત સમસ્યાઓ માટે વાચક ભાઈ બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ કે ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરી શકશે.