યુવાનોની સંસ્થા પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ માનવસેવા એ જ માધવ સેવાના મૂર્તિમંત્ર સાથે કાર્ય કરતા યુવાનો રોજ દિવસે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે કામ ધંધો વેપાર બિઝનેસ કરે છે અને રાત્રે ગરીબ ગુરબાઓને ઉચ્ચતર જીવન તરફ દોરી જતી સુંદર સેવા કરે છે. પરમાર્થ સેવા મિશન રાત્રિ અગિયાર કલાકે વેરાન વગડા સુમસામ રોડ રસ્તાઓ બસ સ્ટેન્ડ રેલ્વે ફુટપાથ ઝુપડપટ્ટીઓ શ્રમજીવી વસાહતોમાં ઠંડીમાં થરથરતા ગરીબ ગુરબાઓને ધાબળા ઓઢાડી માનવતાની હૂંફ આપી રહ્યાં છે.