પહેલાં મતદાન પછી કામ : ચૂંટણી મતદાતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

1088
gandhi12122017-4.jpg

ગાંધીનગર જિલ્લાની અડાલજની વાવ ખાતે માણેકબા કૃષિ વિદ્યાલય અને માણેકબા સ્ત્રી અધ્યાન મંદિરના વિદ્યાર્થીઓ અને  વિશાળ સંખ્યામાં ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી, શેરી નાટક, ચૂંટણી અંગેના ગરબાઓ અને લોક ડાયરાના અનેરા ક્રાર્યક્રમો દ્વારા વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો-વિદ્યાર્થીઓ  સહિત એક હજાર જેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતિશ પટેલે ઉપસ્થિત રહી મતદાન જાગૃતિના આ અનેરા કાર્યક્રમમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી હતી. અડાલજ ખાતે મતદાન જાગૃતિના બેનરો સાથેની વિદ્યાર્થીઓની વિશાળ રેલીને જિલ્લા કલેકટર સતીષ પટેલે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અડાલજની વાવ ખાતે મતદાન જાગૃતિના વિવિધ પ્લે કાર્ડ સાથે મહિલા અને વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના ગરબાઓ રમીને ઉપસ્થિત લોકોને  મતદાન માટે અપીલ કરતો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. અડાલજની વાવની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ તથા અન્ય મુલાકાતીઓ પણ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં. લગ્નગ્રંથીથી જોડાવવા માટે જઇ રહેલ વરરાજા પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ પ્લાનના નોડલ ઓફિસર એસ.એમ.બારડ સહિત વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગાંધીનગરમાં યોગી આદિત્યનાથ રાહુલ ગાંધીની સમાંત્તર સભાઓ
Next articleરાજુલામાં કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી વિજયી થશે : ડેર