જાફરાબાદના મહિલા આગેવાન કંચનબેન પરમાર દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા આ હેલ્પલાઈનનો ઉપયોગ ક્યાં ક્યાં સંજોગોમાં કરી શકાય એમનું માર્ગદર્શન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવેલ. એમની સાથે પોલીસ બેજીક્સ પોર્ટ સેન્ટર અમરેલી થઈ આવેલ. પારૂલબેન મહિડા દ્વારા સમજાવટ સમાધાન દ્વારા કેમ લોકો સુખમય રીતે રહી શકે અને સાવિત્રીબાઈ ફૂલે કોણ હતા અને એમનું સ્ત્રી માટે લોકજાગૃતિનું કામ કરેલ અને ત્યારે સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલી આપેલ. એમના વિશે માહિતી આપેલ. આ શિબિરમાં યુવતીઓ પોતાના પ્રશ્નો પોતા પર થતી હિંસા અને માર્ગદર્શન વિશે બોલવાની તક આપેલ અને દિપ પ્રાગટ્ય કરીને શિબિરને ખુલી મુકેલ. આ પ્રસંગે ગામના સરપંચ હડીયાબેન તથા પરમારભાઈ, હર્ષાબેન, મીનાબેને ભારે જહેમત ઉઠાવેલ.