રાજુલા તા.પં.ના નવનિયુક્તિ પ્રમુખ, ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

753

રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી પૂનઃ આંચકી ભાજપનો ભગવો લહેરાવી આજે હીરાભાઈ સોલંકી દ્વારા મહિલા પ્રમુખ માસુબેન બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘે ટીડીઓ દ્વારા ભાજપ આગેવાનોની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો.

રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી પુનઃ આંચકી ભાજપનો ભગવો લહેરાવી પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા મહિલા પ્રમુખ અનામત હોય તેમાં પ્રમુખ તરીકે કોળી સમાજના અગ્રણી ભુપતભાઈ બારીયાના ધર્મપત્ની માસુબેન બારૈયા (કડીયાળી) અને ઉપપ્રમુખ તરીકે આહિર સમાજ અગ્રણી અરજણભાઈ વાઘ (રામપરા)ને તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીની હાજરીમાં બન્ને ચાર્જ સોંપાયા. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, પ્રતાપભાઈ મકવાણા, કોળી સમાજ અગ્રણી કમલેશભાઈ મકવાણા, ભુપતભાઈ બારૈયા, કોળી સમાજ યુવા નેતા જીલુભાઈ બારૈયા તેમજ તાલુકા જિલ્લા ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી વિધિસર ગોર મહારાજને આમંત્રિત કરી શ્રીફળ સાકર પેંડા ખવરાવી મોં મીઠા કરી ચાર્જ સંભાળ્યો હતો.

Previous articleજાફરાબાદના વડલી ગામની દલીત બહેનોની શિબિર યોજાઈ
Next articleગઢડામાં ૩૧ માર્ચે મેમણ સમાજના સમુહ શાદી સમારોહનું આયોજન