અયપ્પાનાં ભક્તો પર દમન કરનાર સામે પગલાની માંગ

1149

છેલ્લા થોડા સમયથી હિન્દુ વિરોધી દેશ વિરોધી વિદ્વાસંકો દ્વારા હિન્દુ પરંપરાઓને કંલકીત કરવાનો હેતુપૂર્વક પ્રયાસ થઈ રહ્યો છે.

કેરલનાં સબરીમાલા મંદિરમાં ૧૯૫૦માં ઈસાઈઓ દ્વારા આગ લગાવી. મંદિરનો વિગ્રહ ભંગ કરવામાં આવ્યો. ૧૯૮૨માં મંદિરની જમીન પર ક્રોસ લગાવવામાં આવ્યો. હાલમાં હજારો મુસ્લીમ મહિલાઓ દ્વારા મહિલા દિવાર બનાવી મંદિરનું પારંપારિક અને પૌરાણીક મહત્વને ભંગ કર્યુ છે. આ પીચાસી ઘટનાઓ હિન્દુ પરંપરાઓને નેશ્તનાબુદ કરવા માટેનો એક વ્યાપક ષડયંત્રનો ભાગ દર્શાવે છે.

વામપંથી કેરલ સરકાર પણ આવા ગંભીર ષડયંત્રોના ભાગીદાર હોય તેમ ભગવાન ઐયપ્પાના ભક્તો પર અત્યાચાર કરી રહી છે તેમાં પાંચ ભક્તોને પોતાનો જીવ ગુમાવ્યો અને હજારો ભક્તોની ધરપકડ કરી છે હજુ પણ પાંચ હજાર અલગ અલગ માધ્યમોની મદદથી પંદર હજાર જેટલા ભક્તોની ધરપકડ કરી તેમના ઉપર દમન ગુજારવાની યોજના સરકાર ઘડી રહી છે. લાખ્ખો ભક્તોએ વિવિધ પ્રકારે યોજનાઓ બનાવી મંદિરની પરંપરાને જાળવી રાખવા માટે સંઘર્ષ કર્યો છે. કેરળ સરકાર વામપંથી ગુંડાઓને સાથે રાખીને સત્તાનો દુર ઉપીયોગ કરીને ભગવાન અયપ્પાનાં ભક્તો ઉપર અત્યાચાર કરી દમન ગુજારી રહી છે. તેનાં વિરોધમાં અયપ્પા સબરીમાલા એકશન કમીટી ભાવનગર દ્વારા આજે કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર સામે પગલા લેવાય તેવી માંગ પહોચાડવા રજુઆત કરી હતી.

Previous articleલોન આપવાની લાલચે ગ્રામજનો પાસેથી લાખોની ઠગાઈ કરનારને સિહોર પોલીસે જામનગરથી પકડ્યો
Next articleબ્રહ્મચર્યએ માત્ર શારીરિકતા સાથે જ નહી માનસીકતા સાથે પણ જોડાયેલુ : વિદ્યુત જોષી