રાજુલા-જાફરાબાદ-ખાંભા ૯૮ વિધાનસભામાં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતે છે અને ભાજપનો ગઢ ગણાતી આ સીટ ભાજપના ગઢને તોડી ઈતિહાસ સર્જે છે. કારણે દરિયા કાંઠાના તમામ ગામો કોળી સમાજના ભરચક હોય તેમાં હીરાભાઈ સોલંકીના સમાજના ૬૦ હજાર મતો હોય દર વખતે ભારે મતદાન થતું આવે છે પણ કોણ જાણે ભાજપ માટે તે આશાઓ ઠગારી નિકળી સરકાર દ્વારા હીરાભાઈ સોલંકીને ખાસ ૧ વિમાન આપવામાં આવેલ. અન્ય જિલ્લાઓના ભાજપ પ્રચાર માટે પણ સામે પક્ષે રાજુલા-જાફરાબાદ-ખાંભાની પરિસ્થિતિ અંબરીશભાઈ ડેર, બાબુભાઈ રામ, બાબુભાઈ જાલોંધરા, પ્રવિણભાઈ બારૈયા, છત્રજીતભાઈ ધાખડા, ચંદુભાઈ પટેલ, દિપકભાઈ જાલોંધરા, દિપકભાઈ કોંગ્રેસ જિલ્લા મંત્રી, માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા જેવા ધુરંધર કોંગ્રેસ આગેવાનોના પ્રવાસ અને પ્રચાર અને બાબરકોટ-જાફરાબાદ બંદર ચોકમાં ૪ થી પ હજારની જંગી જાહેરસભાઓ થતા હીરાભાઈ સોલંકી પોતાનો વિસ્તાર છોડી બીજા જિલ્લામાં બીજા ભાજપ ઉમેદવારો માટે સરકાર દ્વારા અપાયેલ. વિમાન કેન્સલ કરી તનતોડ મહેનતમાં કાર્યકરો સાથે લાગી જવું પડ્યું તેનું એક જ કારણ છે. પરિવર્તન કારણ ૭ ગામોના અધધ મતદાન ઉપર નજર કરીએ તો જાફરાબાદ, રાજુલા, ખાંભાના ૭ ગામોમાં ૯૦ ટકાથી વધારે મતદાન થયું.
જે અમરેલી જિલ્લામાં નોધનિય માત્ર રાજુલા સીટના છે તેવા સરોવડાનું ૯ર.૮૯ ટકા, વારાહ સ્વરૂપ ૯૩.૯૬ ટકા, નેસડી ૯૧.ર૭ ટકા, ગોરાણાનું ૯૪.રપ ટકા, સમઢીયાળા ૯૦.૬પ ટકા, ચક્રાવા ૯૦.૬૭ ટકા અને બાબરપરા ગામનું અધધ ૯પ.૯પ ટકા મતદાન થતા કોંગ્રેસની જીત ફાઈનલ છે તેમ આજે કોંગ્રેસ કાર્યકર્તા મિટીંગમાં ઘોષણા કરતા કોંગ્રેસના ધુરંધર અને સર્વજ્ઞાતિ આગેવાન બાબુભાઈ રામે વધુમાં કહ્યું છે.
કોંગ્રેસ જીતશે તો અમોએ જનતાને સોપેલ વચનો જેવા કે અંબરીશભાઈ ડેર દ્વારા જે સરકારમાંથી ધારાસભ્યનો પગાર અને ભથ્થુ ગરીબ લોકોના ઉપયોગમાં લેવાશે તેમજ દરેક જ્ઞાતિને સાથે રાખીને ચાલશું તેમ જણાવાયું છે.