જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનાં કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોનાં નિકાલની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં આજથી પાંચ દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે જ્યારે તા.૨૮નાં રોજ કામગીરી કરશે પરંતુ રીપોટીંગ નહી કરી પેન ડાઉન દિવસ મનાવશે તેમજ ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ મુકી રામધૂન કરી સફાઈ કરશે જ્યારે ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે.