કાતર ગામના યુવા સરપંચે ૬૦ વર્ષ જુનો પાણી પ્રશ્ન ઉકેલ્યો

970
guj12122017-3.jpg

રાજુલાના કાતર ગામે તાલુકાના સૌથી નાની વયના સરપંચ કાતર ગામના દાદબાપુ વરૂના પુત્ર અંબરીશભાઈ વરૂની જહેમતથી ગામમાં પીવાનું પાણી ૬૦ વર્ષે એટલે આઝાદી પછી પહેલીવાર આવતા ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ આજ સુધી કાતરગામમાં કઈક આગેવાનો કઈક સરપંચો આવીને ગયા પણ આજદીન સુધી ૮૦૦૦ જેટલી ગામ કાતરની વસ્તીને પીવાનું પાણી કાતરના “ગઢ”માંથી તેમજ છેક પાંચ કીલોમીટર દાદબાપુ વરૂની વાડીએથી ઘરના ખર્ચે લાઈન બીછાવી ગામને પીવાનું પાણી આપતી હતી પણ આ પાણી બાબત અમરેલીથી ગાંધીનગર સુધી રજુઆતના દોર શરૂ કરતા સફાળુ જાગી જઈને નર્મદા યોજનાની પાઈપ લાઈન બીછાવી આજે ગામમાં ૬૦ વર્ષે જય હો નર્મદેના નાદ સાથે પાણીને વધાવતી સરપંચ અંબરીશભાઈ વરૂ બચુભાઈ સાંખટ કોળી સમાજ આગેવાન બદરૂભાઈ સાભાડ, બોઘાભાઈ ભરવાડ, રામભાઈ બાંભણીયા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમજ મુર્હુતમાં જ ગાયોના ધણને અવેડામાંથી પાણી પીવડાવી ધન્યતા અનુભવી હતી.

Previous articleરાજુલામાં કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી વિજયી થશે : ડેર
Next articleનંદકુંવરબા કોલેજ ખાતે ડો.વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન