ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની હવે તોડી શકે

953

હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી એમએસ ધોની પાસેથી વર્તમાન શ્રેણીમાં જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવે  છે. તેના શાનદાર દેખાવના કારણે જ હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર વનડે શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં ધોની માસ્ટર બ્લાસ્ટર સચિનના રેકોર્ડને તોડી શકે છે. હકીકતમાં ધોની ન્યુઝીલેન્ડમાં વનડે મેચોમાં ભારત માટે સૌથી વધારે રન કરનાર ખેલાડી બની શકે છે. આના માટે તેને વધારે રનની જરૂર નથી.આવી સ્થિતીમાં તે આ સિદ્ધી સુધી પહોંચી શકે છે. હાલમાં આ રેકોર્ડ સચિનના નામ પર છે. સચિને ન્યુઝીલેન્ડની સામે ૧૮ વનડે મેચોમાં ૬૫૨ રન કર્યા છે. સચિન બાદ વિરેન્દ્ર સહેવાગ બીજા સ્થાન પર છે. સહેવાગે ૧૨ મેચોમાં ૫૯૮ રન કર્યા છે. ત્યારબાદ ધોનીએ ૧૦ મેચોમાં ૪૫૬ રન કર્યા છે. સચિન તેન્ડુલકરના રેકોર્ડને તોડી નાંખવા માટે ધોનીને હવે બીજા ૧૯૭ રનની જરૂર છે. જો તે આટલા રન કરી લેશે તો સૌથી વધારે રન ન્યુઝીલેન્ડમાં બનાવનાર ભારતીય ખેલાડી બની જશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હવે આવતીકાલથી શ્રેણી શરૂ થઇ રહી છે.

Previous articleમનસી પારેખની ડેબ્યુટ ફિલ્મ ઉરી માટે ગ્રેટ પ્રતિસાદ મળ્યો!
Next articleવિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર