જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણી આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે નેપિયરમાં રમાનાર છે. બંને ટીમો જોરદાર ફોર્મમાં હોવાથી આ શ્રેણી રોમાંચક બનનાર છે. શ્રેણીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. એકબાજુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચી ચુકી છે. હવે ન્યુઝીલેન્ડમાં જીત મેળવી લેવા માટે ટીમે ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં જ ભારે રોમાંચ જોવા મળી શકે છે. બંને ટીમોના બેટ્સમેનો અને બોલર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. શ્રેણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી ૨-૧થી જીતીને ન્યૂઝીલેન્ડમાં એન્ટ્રી કરી છે. હવે ન્યૂઝીલેન્ડની સામે વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. બીજી બાજુ યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. નેપિયરમાં મેકલીનપાર્કમાં રમાનારી પ્રથમ મેચ પહેલા બંનં ટીમોના આંકડા ઉપર નજર રાખવામાં આવી રહી છે. માત્ર નેયિપરના મેદાનની વાત કરવામાં આવે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેદાન ઉપર છ મેચો રમાઈ છે જે પૈકી ભારતીય ટીમને બે મેચો જીતવામાં સફળતા મળી છે. જ્યારે ચાર મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ન્યૂઝીલેન્ડની ટીમના એકંદરે દેખાવની વાત કરવામાં આવે તો આ મેદાન ઉપર ન્યૂઝીલેન્ડની ટીમે કુલ ૪૦ મેચો રમી છે જે પૈકી ૨૪ મેચોમાં જીત થઈ છે અને ૧૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચો ટાઈ રહી છે અને એક મેચનું પરિણામ આવી શક્યું નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી વન ડે મેચ ૧૯મી જૂન ૨૦૧૪ના દિવસે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૬૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ન્યૂઝીલેન્ડે આ મેચ ૨૪ રની જીતી લીધી હતી. તે વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ધોની અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મેક્કુલમ હતા. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ મેદાન ઉપર પણ અગાઉ સદી ફટકારી હતી. ૨૦૧૪માં ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૩ રનની ઈનિંગ્સ રમી હતી. ઉપરાંત ઉપરાંત ભારત માટે વિરેન્દ્ર સહેવાગે ૨૦૦૨માં આજ મેદાન ઉપર ૧૦૮ રનની ઈનિંગ્સ રમી હતી. મોહંમદ શમી આ મેદાન ઉપર એક મેચમાં ચાર વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર તરીકે છે. ૨૦૧૪માં શમીએ ૫૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેની પાસેથી આ વખતે પણ આવા જ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ મેદાન ઉપર સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના મુરલીધરનના નામ ઉપર છે. મુરલીધરને ૨૦૦૧માં ૩૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વર્તમાન શ્રેણી ખુબ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ ૧૬૦૦મી મેચ રમનાર છે. ન્યુઝીલેન્ડની ટીમ પણ જોરદાર ફોર્મમાં છે. ગુપ્ટિલ, રોષ ટેલર જેવા બેટ્સમેનોથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે.
આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે નેપિયરમાં રમાનાર છે. બંને ટીમો જોરદાર ફોર્મમાં હોવાથી આ શ્રેણી રોમાંચક બનનાર છે. શ્રેણીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. એકબાજુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચી ચુકી છે.
ન્યુઝીલેન્ડની ટીમ :
વિલિયમસન (કેપ્ટન), બોલ્ટ, બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, માઇકલ સેન્ટર, ઇશ શોધી, ટીમ સાઉથી, રોસ ટેલર
ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, ધોની, જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ, ભુવનેશ્વર, સામી, શિરાજ, શંકર, શુબમન ગિલ, જસપ્રિત, હાર્દિક, લોકેશ રાહુલ