એલઆરડીની પરીક્ષા સામે પ્રશ્નાર્થઃરદ કરવા હાઈકોર્ટમાં રીટ

952

લોકરક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. જેમાં પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ન્ઇડ્ઢની ભરતી પરીક્ષા રદ કરવા હાઈકોર્ટમાં રિટ કરાઇ છે.

૫ ઉમેદવારોએ ગેરરીતીની આશંકાએ રીટ કરી છે. જેમાં ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકર, પ્રશ્નપત્ર કોરૂ રહેવા મુદ્દે અરજી કરાઇ છે. ૬ જાન્યુઆરીના રોજ ન્ઇડ્ઢની પરીક્ષા યોજાઈ હતી.

પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે. બારિયા ગીતાએ ૨૧૨૨ નંબરની પિટીશન દાખલ કરાવી છે. ગીતાને છ ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ ૨૧૨૩ નંબરની પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગણી કરી છે.

આ મામલે અરવલ્લી જીલ્લાના જીલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને પણ લેખિત રજૂઆત કરી છે. હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે.

Previous articleભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ
Next articleવાયબ્રન્ટના થાકને બદલે કામ  જયંતિ રવીનું કર્મચારીઓને પ્રોત્સાહન