પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નાનપણમાં ચા વેચી કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો છે કે, નરેન્દ્ર મોદીને હું ૪૩ વર્ષથી ઓળખુ છું. પરંતુ તેમને ક્યારેય ચા વેચતા નથઈ જોયા. તોગડિયાએ દાવો કર્યો કે આ માત્ર પબ્લિસીટી સ્ટંટ છે અને બીજુ કંઈ નહીં. મેં પણ ડોક્ટરી કરેલી છે.
જો તમે મારા મિત્રો કે મારા સગા વ્હાલાઓને આ અંગે પૂછતો તો તેના પુરાવા મળશે પણ નરેન્દ્ર મોદીએ ચા વેચી કે નહીં તે દાવાને કોઈ સાબિત નહીં કરી શકે. તો રામ મંદિર મુદ્દે ઇજીજી અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાાજપ અને આર.એસ.એસ.ની રામ મંદિર બનાવવાની કોઈ ઈચ્છા નથી. પીએમ મોદી અને આર.એસ.એસ.ના ભૈયાજી જોશીના નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, આગામી પાંચ વર્ષમાં પણ રામ મંદિર નહીં બને. આ બંને સંગઠનોએ દેશને અંધારામાં રાખ્યો છે. પરંતુ હવે હિન્દુઓ જાગ્યા છે. આ દરમિયાન પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, આગામી ૯ ફેબ્રુઆરીના રોજ તેઓ નવી રાજકીય પાર્ટીનું એલાન કરશે. જો તેમની પાર્ટી સત્તામાં આવી તો સંસદમાં કાયદો લાવીને રામ મંદિર નિર્માણ કરશે.