અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજ્ય સરકારની માનવ ગરીમાં યોજના અંતર્ગત ટુલકીટ્સ અને સાધનો અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોએ માનવ ગરિમા યોજના અતર્ગત ૨૦૧૮ અને ૨૦૧૯મા ફોર્મ ભર્યા હતા.
પરતું અનુસૂચિત જાતિ સમાજના લોકોની સરકાર મજાક કરતી હોય તેમ લાગ્યું હતું. કેમ કે જે મહિલા લાભાર્થીઓએ રસોડા કામ માટે કીટ માગી હતી. તેવા લાભાર્થીને અન્યાય કરતી થયો છે. કારણ કે રસોડાની કીટ બદલે મહિલા લાભાર્થીને પ્લંબર અને કડીયાકામની કીટ આપપવામાં આવી હતી. ત્યારે રસોડા કામ કરનાર મહિલા પલંબરનું કામ કઈ રીતે કરશે? તે જવાબ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના અધિકારીઓએ આપવો જોઈએ.
તેવા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી આક્ષેપ કરતા કહ્યું કે, ૨૦૧૭ની જૂની કિટો લાભર્થીઓને પધારવા આવી છે. માનવની ગરિમાની યોજનામાં જ માનવ ગરિમાનું પાલન નથી થતું. અનુસચિત જાતિના લાભર્થીઓને અન્યાય થઇ રહ્યો છે.