લોકસભાની ચૂંટણીને અંદાજે દોઢ મહિનો કે ૭૫ દિવસ બાકી છે ત્યારે દરેક પાર્ટી પોતાનું એડી ચોટીનું દમ લગાડીને સત્તાપક્ષ એટલે કે ભાજપને હરાવવા માટે તત્પર બન્યા છે. એક હાથે ભારત દેશને વિશ્વસત્તા પ્રાપ્ત કરવા માટે દિવસના ૧૮ કલાકો સુધી સતત કામ કરે છે અને છેલ્લા લગભગ ૨ વર્ષમાં એક પણ તબિયત કે પરિવાર સંબંધી રજા લીધા વગર સતત રાત દિન મેહનત કરી રહ્યા છે મોદી સાહેબ. બીજા લોકો માટે પોતાનો પરિવાર કે પછી પોતાના માટે સત્તાની ગાદી સંભાળતા હોય છે પરંતુ ૭૦ વર્ષમાં પેહલી વાર એવો એક કદ્દાવર અને મજબૂત મનસૂબા સાથે નેતા કોઈ પણ ફિકર કર્યા વગર અને વગર ડરે આપણા દેશની આન-બાન-શાન અને અભિમાન વધારવા માટે મેહનત કરી રહ્યો છે ત્યારે આપણે તેને સાથ અને સહકાર આપવાની જગ્યાએ તેની સામે આંખ લાલ કરીને તેનો વિરોધ અને બહિષ્કાર રહ્યા છીએ. ૭૦ વર્ષમાં એવો ક્યો નેતા મળ્યો કે જેને પરિવાર પેહલા રાષ્ટ્રને મહત્વ આપ્યું ? ક્યો એવો નેતા આવ્યો કે જેને પરિવારની નહિ પણ દેશની તિજોરીને ફાયદો કરાવ્યો ? છે કોઈ જવાબ કે જે બીજો કોઈ વિકલ્પ ? મનમાં આપણે સહુ કોઈ જાણીએજ છે કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેમ છતાં અપને ખુલા મને મોદી સાહેબને પ્રોત્સાહન અને સાથ આપવાની જગ્યાએ રોજ તેના વિરુદ્ધ નારાઓ અને પ્રચાર કરીએ છીએ પરંતુ તેનો સાથ નથી આપતા અને નથી સમજતા કે તમને અત્યારે લીધેલા નિર્ણયનો ફાયદો આજને આજ નહિ મળે પરંતુ નજીકના ભવિષ્યમાં આપણને અને આપણી ભાવિ પેડીને ચોક્કસથી મળશેજ. હાલ જયારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચોમારે મહાગઠબંધનનીબુમાબુમ થઇ રહી છે ત્યારે ગઈ કાળના વિશ્વના અર્થતંત્રના નિરક્ષણના એજવાળ પ્રમાણે આ વર્ષે ભારતના અર્થતંત્રનો ક્રમાંક ૬ પરથી ૫ નંબર પર આવી શકે છે. રોજે રોજ નવી યોજના, અનેક અનેક ગરીબો માટે મેળાઓ અને વાતે વાતે ભારત દેશ માટે કામ કરી રહ્યો છે ત્યારે ૨૨ નેતાઓની ટોળકી એક નેતાને હરાવવા માટે ભેગા થઇ રહી છે પરંતુ શું તેમની પાસે કોઈ જવાબ છે સત્તા પ્રાપ્ત કર્યા પછી ગાદી સંભાળશે કોણ ? વિપક્ષમાં બેઠેલ તમામ પક્ષના નેતાને પોતાને પ્રધાનમંત્રી પદ સાંભળવું છે પરંતુ શું તેમનામાં આવડત કે ખરી કે દેશનું સુકાન પદ સાંભળી શકશે બસ જયારે હોય ત્યારે એલ ફેલ ભાષણો આપીને મોદી સાહેબને નીચું દેખાડવાની વાટ જોતા હોય છે. એક વાટ તો નક્કી જ છે કે વિપક્ષની સરકાર એક વાર આવી ગયા પછી આવતા ૨૦-૨૫ વર્ષ સુધી વિપક્ષ બીજા કોઈનો વારો નહિ આવવા દે અને અને આપણા પર જો હુકુમત કરશે તે અલગ અને આપણે જે મોદી સાહેબને ૪ વર્ષનો મોકો આપ્યો તેનો વ્યાજ સાથે બદલપ લેશે એ તો અલગ અને ફક્ત પોતાના પરિવારના ઘર ભરીને દેશ જાય તેલ લેવા પણ આપણું ભલું થાય એ સાચું એ ઉદ્દેશ સાથે ભારત દેશને ચલાવશે. વિપક્ષનું ફરી એક વાર સત્તા સાંભળવું એટલે ભારત મહાસત્તાથી પાછું ૫૦ વર્ષ દૂર થઇ જશે. દિવસે દિવસે ધર્માંતરણના મુદ્દાઓ અને બબાલ વધશે. જાતિવાદ અને કોમવાદના નામ પર લોકો એક બીજા સાથે બાધસે અને ભાઈ ભાઈનો દુશ્મન બની જશે અને ટૂંકસમયમાં જ ભારત દેશ બરબાદીના ભેંકારા વગાડશે તે અલગ. માટે સુધરી જાવ અને સારો અને સાચો વિકલ્પ શોધી મોદી સાહેબના નામ પર ફરી એક વાર તેને મોકો આપીને આપણા દેશને દિન પ્રતિદિન વિકસવા માટે મદદરૂપ થઈએ અને સાથો સાથ ભારત દેશમાં વધી રહેલ નાતી અને જાતિના નામ પર થઇ રહેલ ધાંધલ અને ધમાલને રોકવા માટે મદદરૂપ બનીએ ફક્ત મોદી સાહેબને મદદરૂપ થવા કાયદા અનુસાર કામ કરીએ અને દેશના દરેક જન-જન સુધી દરેક યોજના અને સંકલ્પોની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મદદગાર બનીએ. મોદી સાહેબ બીજો કોઈ વિકલ્પ નથી હા એ વાત સાચી છે કે મોદીનો સાથ ભલે તમને કાચબાની ગતિએ વિકાસ આપશે પણ વિપક્ષનો સાથ એટલે લુચ્ચાં શિયાળને પાળવા બરાબર છે માટેજ મોદી છે એકજ વિકલ્પ જોઈ એને આપો એને સાથ કેમ કે બીજાને ૬૦ વર્ષ આપ્યા અને મોદી સાહેબ પાસે ફક્ત ૫ વર્ષમાં હિસાબ માંગો છો. કઈ રીતની ગણતરી તમે લોકો કરો છો તે એક વાર વિચાર કરજો અને પછીજ નોટા અને વિપક્ષને સાથ આપજો. આમાં વાત કરતા મારા મનમાં એક પ્રશ્ન એક ચોક્કસ ભાવે ઉદ્યભવે છે કે જો કદાચ મોદી સાહેબ એક વાર મજાકમાં પણ એમ કહી દે કે હું આવતી ચૂંટણી નહિ લડું તો પછી જોજો વિપક્ષના દરેક નેતા પોતાની લુચ્ચાઈ અને ભુખડાગીરી બતાવતા દરેક પક્ષ એક બીજાને ધોતી ફાડીને પોતે સત્તાને પ્રાપ્ત કરવા માટે એક બીજાનો જીવ લેવા માટે પણ તૈયાર થઇ જાય એમ છે.