રાજુલામાં ફરજ બજાવી ગયેલા પોરબંદરના પીએસઆઈનું મોત

569

રાજુલામાં ફરજ બજાવી ગયેલા અને હાલમાં પોરબંદર ખાતે પીએસઆઈ અરજનભાઈ પાડાનું આકસ્મિક અવસાન થતા શોક વ્યાપી જવા પામ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા જાફરાબાદ પીપાવાવ મરીન નાગેશ્રી સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી ગયેલા કર્તવ્યનિષ્ઠ પીએસઆઈ અરજનભાઈ પાડાનું અકસ્માત થતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેનં સારવાર દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. લોકોમાં ભારે ગમગીની માહોલ સર્જાયો હતો. આહીર સમાજમાં સારી એવી નામના ધરાવતા અરજનભાઈના નિધનથી આ વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી. લાઠી ખાતે તેની અંતિમ વિધિ આજરોજ મંગળવારે રાત્રીના ૮-૩૦ વાગે બહોળી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયા હતાં અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Previous articleઅ.ભા. ક્ષત્રિય મહાસભા ગુજરાતમાં ગોહિલવાડના પ્રતિનિધિ તરીકે પચ્છેગામના ધર્મેન્દ્રસિંહની વરણી
Next articleઆદસંગ ગામની સીમમાં ખેડુત આધેડ ઉપર સિંહનો હુમલો