રાજુલા નજીક આવેલા આદસંગ ગામમાં ધોળા દિવસે સિંહે ખેડુત પર હુમલો કર્યો હતો જેને રાજુલા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. વધુ સારવાર આપી હતી. અને વધુ તપાસ રાજુલા વન વિભાગે તપાસ હાથ ધરી છે.
આ બાબતે રાજુલા વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠકે જણાવ્યું હતું કે આ બનાવ સાવરકુંડલા રેન્જમાં બન્યો છે. બાબુભાઈ જેરામભાઈ વાઘેા પોતાની વાડીએ વાવેલી જારમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે સાંજના પ વાગ્યાના સુમારે અચાનક સિંહ આવી ચડતા હુમલો કર્યો હતો. રાડારાડ કરતા આજુબાજુના ખેડુતો આવી ચડ્યા હતાં. અને હુડકારતા સિંહ ભાગી છુટયો હતો. ખેડુતને બગલના ભાગે છાતીના ભાગે પગમાં ગંભીર ઈજાઓ થતા રાજુલા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. જયાં સારવાર કરી વધુ સારવાર માટે મહુવા રીફેર કરાયા હતાં. આ બાબતની જાણ થતા રાજુલા પોલીસ સ્ટાફ વનવિભાગ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરી હતી.