બારોટ સમાજના ઉત્કૃષ્ટના કામોમાં બારોટ સમાજને લાંછન લાગે તેવું કૃત્ય કરનાર બારોટ સમાજના જ કહેવાતા આગેવાન સામે સમસ્ત બારોટ સમાજ લાલઘુમ ગુજરાતભરમાંથી દરેક જિલ્લા- તાલુકામાંથી મુખ્યમંત્રી/ પોલીસ કમિશ્નર, ચેરીટી કમિશ્નર સામે ઘા આવેદનનો દોર શરૂ થયો છે. રાજુલા-સમસ્ત બારોટ સમાજના ઉત્કર્ષના કામો કરનાર આગેવાનોને હેરાન કરનાર બારોટ સમાજના કહેવાતા આગેવાન મહેશભાઈ અને દુષ્યંતભાઈ બારોટે ખોટી અરજીઓ કરી સમાજ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરતા સમસ્ત બારોટ સમાજ લાલઘુમ જેવા કે ગત સમયમાં યોજાયેલ સમુહ લગ્ન તા.૧પ-૩-ર૦૦૯માં તેમજ રાજકોટ ખાતે સમસ્ત બારોટ સમાજના સહયોગથી તા.ર૧-૬-ર૦૦૯ના રોજ શહેર બારોટ સમાજ દ્વારા આયોજીત કદી ન ભુલી શકાય તેવો બારોટ વંદના કાર્યક્રમે દેશ-વિદેશ ખ્યાતી મેળવી છે તે કાર્યક્રમ પણ બારોટ સમાજના મહાસંગઠનનો એક ભાગ હતો તેમાં પણ કહેવાતા રાજકોટના બે આગેવાનોએ આયોજકો ઉપર ખોટી નોટીસ ફટકારતા સમસ્ત બારોટ સમાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજકોટ ચેરીટી કમિશ્નર, રાજકોટ પોલીસ કમિશ્નર, જિલ્લા કલેક્ટર સહિતના નાખી છે અને આજે ગુજરાતભરના બારોટ સમાજ દ્વારા આવેદનપત્રોનો દોર શરૂ થયો છે. જેમાં રાજુલા, જાફરાબાદ, તળાજા, જામનગર, કચ્છ અંજાર શહેરોમાં આવેદન દ્વારા અને આવા સમાજ વિરોધી તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા અનુરોધ કરતા ચિમકી પણ ઉચ્ચારી છે. જેમાં આ બે કહેવાતા બારોટ સમાજના જ આગેવાનો પર તંત્ર દ્વારા કાર્યવાહી નહી કરે તો આખો બારોટ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઠેર-ઠેર રેલી યોજી આંદોલન કરી ન્યાય માંગવા કાર્યક્રમો યોજવા ચક્રો ગતિમાન થયા છે