સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડિયાળીના રાઠોડ નિલેશ વરમંગભાઈએ રાજય કક્ષાની ખો-ખોની ટીમનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કડિયાળી હાઈસ્કુલ અને ચિત્રાસર ગામનું તથા સમગ્ર ગુજરાત રાજયનું ગૌરવ વધારેલ છે. તે બદલ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ડી.ડી.મકવાણા અને પી.ટી. શિક્ષક ભાવેશભાઈ વેકરીયા તથા સમગ્ર સ્ટાફ. શુભેચ્છા પાઠવેલ છે.