મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૧૮૧ હેલ્પલાઇન ની સુવિધાની ઉપલબ્ધિ ની આવશ્યકતા જણાતા ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુહ વિભાગ રાજ્ય મહિલા આયોગ અને જીવીકે ઈએમઆરઆઈ દ્વારા સંકલિત રીતે ૧૮૧ મહિલા હેલ્પલાઇન નું અમલીકરણ કરવામાં આવી રહેલ છે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની વિશ્વસનીયતા તેમજ વિવિધ એજન્સી/સંસ્થા/સરકારી વિભાગો સાથે ના સુદ્દઢ માળખા સાથે જોડાણના કારણે મહિલાઓને ત્વરીત પ્રતિસાદ આપવામાં આવતો હોવાથી રાજ્ય ના તમામ જીલ્લાઓમાં થી મુશ્કેલી ના સમયે મહિલાઓ દ્વારા આ હેલ્પલાઇન ની મદદ લેવાઇ રહી છે. આ હેલ્પલાઇન ને મળેલા પ્રતિસાદને ધ્યાન માં રાખી ૧૮૧ હેલ્પલાઇનનો રાજ્ય વ્યાપી વિસ્તરણ રેસ્કયુ વાન સહિત સમગ્ર રાજ્યમાં ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિનન ના રોજ કરવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી વિસ્તરણ બાદ માત્ર ચાર વર્ષ જેટલાં ટુંકા સમયગાળામાં જ પાંચ લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ સુચન માર્ગદર્શન બચાવ પુરૂ પાડવામાં આવ્યું હતું એક લાખ કરતાં વધારે મહિલાઓને તાલીમ બધ્ધ કાઉન્સિલર દ્વારા ત્વરીત અને સ્થળપર જઈને પરામાર્શ કરી મદદ પહોંચાડી છે અને ૧૮૧ એ અનેક મહિલા ઓના જીવન માં નવી આશા જગાડી છે સરકારમાં દરેક મહિલા ને મુશ્કેલી ના સમયે ત્વરીત પ્રતિસાદ મળે રહે તે માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો રાજ્ય વ્યાપી વિસ્તરણ કરી તમામ જીલ્લા ઓમાં કુલ મળીને ૪૭ રેસ્કુવાન સાથે તાલીમ બધ્ધ કાઉન્સિલર અને મહિલા કોન્સ્ટેબલ સાથે ૨૪ કલાક સમગ્ર રાજ્યમાં કાર્યરત રહે છે. ત્યારે આજરોજ ભાવનગર કલેકટરે ૧૮૧ અભયમ ટીમની મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પાઠવી હતી.