ઠળીયા પ્રા.આ. કેન્દ્ર ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

674

ઠળિયા ગામે મહિલ સામાન્ય ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેન્ટલ આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં તળાજા પાલિતાણાના નેવુથી વધુ બહેનોએ લાભ લીધો હતો. જેમાં ડો. શર્મા ડો. સંજયકુમાર, ડો. જયદીપ ડોડીયા અને જી.આર.પી. નયનાબેન મેર સારી સુવિધા અને પેશન્ટને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. નયનાબેન મેર સારી જહેમત ઉઠાવી હતી. અને સ્થાનિક આરોગ્ય વિભાગના સ્ટાફનો સારી સહયોગ મળ્યો હતો. નયનાબેન મેર જણાવ્યું હતું કે તળાજા પાલિતાણાના અન્ય સેન્ટરમાં પણ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ લાભ લઈ શકે.

Previous articleભાવનગર કલેકટર પટેલે ૧૮૧ અભયમ ટીમને શુભેચ્છા પાઠવી
Next articleરાણપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો વિદાય સમારંભ યોજાયો