વાતાવરણમાં ફરી પલ્ટો : ભર શિયાળે ગગનમાં વાદળો છવાયા

876
bvn12122017-7.jpg

ભાવનગર શહેર-જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર અણધાર્યો પલ્ટો આવ્યો છે. જેને લઈને આકાશમાં વાદળો છવાતા લઘુત્તમ તાપમાનમાં વધારો થવા પામ્યો છે.
નવેમ્બર માસની સમાપ્તી સાથે જ વાતાવરણમાં અણધાર્યા ફેરફારો જોવા મળી રહ્યાં છે. એકાદ સપ્તાહ પૂર્વે ઓખી વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં અનેક શહેરોમાં કમોસમી માવઠા થયા હતા. એ સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં છુટોછવાયો વરસાદ થયો હતો. ત્યારબાદ પણ પૂર્ણતઃ આકાશ સુર્યપ્રકાશીત સાથે વાતાવરણ ચોખ્ખુ બન્યું ન હતું. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનં વૃધ્ધિ થતા અને પવનની ઝડપ ઘટતા વાદળો ગોરંભાયા છે અને ભારે ભેજના કારણે મિશ્રઋતુનો અનુભવ લોકો કરી રહ્યાં છે.
ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડીનો અનુભવ થવો જોઈએ પરંતુ જોઈએ તેવી ઠંડી નથી જણાતી. આવી મિશ્રઋતુના કારણે લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો હતો. લોકોમાં તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારીઓ વ્યાપક જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકાદ બે દિવસમાં શહેર-જિલ્લામાં માવઠુ થવાની શક્યતા સેવાઈ રહી છે. આથી રોગચાળો વકરવા સાથે કૃષિ ક્ષેત્રે પણ માઠી અસરો થશે.

Previous articleબુધેલ ગામે ઉનના ગોડાઉનમાં વિકરાળ : ફાયર દોડી ગયું
Next articleગુમ થયેલ યુવાનની પાણી ભરેલા ખાડામાંથી લાશ મળી