એસઓજી શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજદિપસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર, મોખડાજી સર્કલ પાસેથી આરોપી સંજયભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૧૯ રહે. મફતનગર બોરતળાવ), વનરાજસિંહ નટુભાઈ સિંઘા (ઉ.વ.રર રહે. મફતનગર બોરતળાવવાળા)ને એક શંકાસ્પદ મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું કિ.રૂા. ૩૦,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે મજકુર ઈસમોને પુછતા મોટર સાયકલ પોતે આજથી અઢી વર્ષ પહેલા નવરાત્રી ઉપર ગધેડીયા ગ્રાઉન્ડમાં આર્ચીસ ગૃપના પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. મો.સા. બાબતે ખરાઈ કરતાં ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે મો.સા. ચોરીના ગુન્હા દાખલ થયેલ છે. જેથી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસઓજી શાખાના હેડ કોન્સ. જયદેવસિંહ ગોહિલ, મહાવીરસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા તથા યોગીનભાઈ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી જોડાયા હતાં.