અમદાવાદથી હરિદ્વાર, વારાણસી, અને ગોવા માટે નવી વોલ્વો બસ સેવા પ્રારંભ

648

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા અને સારી સેવા મળી રહે તે હેતુથી ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. આજથી અમદાવાદ- હરિદ્વાર, વારાણસી અને ગોવા સુધીની વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે ૯ બસોને લીલી ઝંડી આપી છે. તો આ સાથે જ એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા ૧૯૫૪ જેટલા કંડક્ટરોને નિમણૂકપત્ર પણ આપવામાં આવ્યા છે. અમદાવાદથી વારાણસીનું ભાડું ૩૩૧૫, અમદાવાદથી હરિદ્વારનું ભાડુ ૨૬૯૬ રુપિયા અને અમદાવાદથી ગોવાનું ભાડુ ૩૩૨૦ રુપિયા હશે.

વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે ૮ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે વહેલી સવારે ૫ઃ૩૦ વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય તેના કરતા ઓછા સમયમાં એસટીની બસ વારાણસી પહોંચી જશે. બસમાં અંદાજે ૩૩ કલાક જેટલો સમય લાગશે. વારાણસી માટે રૂપિયા ૩૩૧૫ ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત હરિદ્વાર માટે સવારે ૧૧ વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે.

આ માટે મુસાફરે રૂપિયા ૨૬૯૬ ભાડું ચુકવવાનું રહેશે. અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂપિયા ૩૩૨૦ ભાડું ચુકવવું પડશે. દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવી રહી છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂપિયા ૨૪૨૫ ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.

Previous articleશમી સૌથી ઝડપી ૧૦૦ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો
Next articleહવેથી શાળામાં PUBG નહિ રમી શકાય, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય