શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર રાજ્યા શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી. જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના આપી છે. આજના યુવાનો, ટીનેજર્સ તથા નાની વયના બાળકોને પણ પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. જેની વિપરીત અસર તેમના પર થઈ રહી છે. ગેમ રમનારાઓ આ રમતમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેમને સમયનું ભાન રહેતુ નથી. તેમને આસપાસની દુનિયાનું ભાન પણ રહેતું નથી. બાળકો તથા યુવાનોને આ બાબતની લત લાગી જાય છે, અને તેમના માટે ગેમની લતમાઁથી બહાર આવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તેથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે.
આ મામલે શિક્ષણ વિભાગે ગેમથી થતા નુકશાનને પણ ધ્યાને લીધા છે. પબજી ગેમથી થતા નુકશાનના પાઠ પણ શિક્ષકો બાળકોને શીખવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.