પ્રિયંકા ગાંધીની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ કેડરમાં પ્રાણ ફૂંકાયો છો. ચોતરફથી કોંગ્રેસ નેતાઓએ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીંને વધાવી લીધી છે. કોંગ્રેસે તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ પદે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સોંપ્યું છે. આગામી લોકસભા ચૂંટણી વધારે ઉત્તેજનાસભર બની છે. પ્રિયંકા ગાંધીની નિમણૂંકને વધાવતા ગુજરાત કોંગ્રેસનાં નેતા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું કે,
શ્રી દુર્ગા સ્વરૂપ સ્વ. ઇન્દિરાજીનાં આધુનિક સમાન શ્રીમતી પ્રિયંકા ગાંધીજીનાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં આગમનને સમગ્ર રાષ્ટ્ર અતંર મનથી આવકારે છે. જય જય ગરવી ગુજરાત. આ સાથે તેમણે એક ફોટો પણ ટ્વીટ કર્યો છે. પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કાર્યભાર સંભાળશે.પ્રિયંકા ગાંધી વાડ્રાના સત્તાવાર રીતે રાજકારણ પ્રવેશ પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે મારી બહેન જે ખૂબ જ કેપેબલ છે કે તે મારી સાથે કામ કરશે. મારી સાથે ખભાથી ખભા મેળવીને કામ કરશે. જ્યોતિરાદિત્ય પણ ડાયનેમિક યુવા નેતા છે.” “અમારો મુખ્ય મુદ્દો છે કે અમે બેકફૂટ પણ નહીં રમીએ. અમે રાજકારણ જનતા માટે અને દેશના વિકાસ માટે કરીએ છીએ. આ સ્ટેપથી ઉત્તર પ્રદેશમાં એક નવા પ્રકારની ઉર્જા આવશે.” રાહુલ ગાંધીએ ઉમેર્યુ હતું. આ સંબંધમાં પાર્ટીના મહાસચિવ અશોક ગેહલોત તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પદ સંભાળશે. કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. પ્રિયંકા ગાંધીની નિયુક્તિ આ વાતનો સંકેત છે કે કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ છે.