સુભાષચન્દ્ર બોઝ ૧૨૨ મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનચરિત્ર પર વ્યાખ્યાનનું આયોજન

700

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ના ૮૦ વિદ્યાર્થીઓ ભારત ની આઝાદ ની લડત નું  ઉજવવળ નામ અને યુવાનો ના આદર્શ સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતી નિમિતે વિદ્યાર્થીઓ નેતાજી ના જીવન ચરિત્ર વિષે જાણે અને તેને પોતાના જીવન માં ઉતારવા નો પ્રયત્ન કરે આવા ઉમદા હેતુ થી કોલેજ દ્વારા આજ ના શુભ દિવસે ઉપરોક્ત કાર્યક્રમ નું આયોજન થયું હતું.

કોલેજ તરફ થી ડો. જયેશ તન્ના દ્વારા બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યુથ કાઉન્સીલ દ્વારા આયોજિત  ઉપરોક્ત કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા હતા. કોલેજ ના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને સુભાષચન્દ્ર બોઝ ના જીવન માંથી પ્રેરણા લેવા નેતાજી દ્વારા આપેલા સૂત્ર ને યાદ કરાવ્યા હતા. તેમજ ભારત ના આવા મહાપુરુષો ને સમજી તેમના કર્યો, અનુભવો અને સંઘર્ષ માંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમજ ભવિષ્ય ના યુથ કાઉન્સિલ ના કર્યો માટે વિદ્યાર્થીઓ ને ઉત્સાહિત કર્યા હતા. તેમજ તેઓને  ઉપયોગી સૂચનો આપવા પણ જણાવ્યું હતું.

ત્યારબાદ ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સુભાષ બાબુ ના જીવન બાબતે કેટલીક છણાવટ કરી જેમાં નેતાજી ના  દેશ અને દુનિયા માં આઝાદી માટે સંઘર્ષરત રહ્યા તે પ્રસંગો અને આઝાદ હિન્દ ફોજ નું નિર્માણ અને નેતૃત્વ કર્યું  સાથે સાથે વિદ્યાર્થીઓ ને નેતાજી ના જીવન ના તમામ પાસાઓ પર તલસ્પર્શી માહિતી આપી હતી. જેમાં તેમના બાળપણ, યુવાની વિદેશ પ્રવાસ તેમજ ભારત ભ્રમણ બાબતે રસપ્રદ પ્રસંગો ટાંકી વ્યાખ્યાન આપ્યું હતું.

વિદ્યાર્થીઓ એ પણ સમગ્ર વ્ય્ખ્યાન તેઓ ના જીવન માં ચારિત્ર્ય નિર્માણ માટે દીવા દાંડી નું કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. અભ્યાસ ની સાથે સાથે સફળ મહાનુભાવો ના જીવન ચરિત્ર સમજી જીવન ના સંઘર્ષ માં ઉપયોગી થઇ શકે તે માટે કોલેજ હંમેશા આવા પ્રયત્ન કરતી રહે છે. જે અમારા ઘડતર માટે ખુબ ઉપયોગી છે. તેમ વિદ્યાર્થીઓ  એ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું. આવા કાર્યક્રમથી લોકજાગૃતિ નું ઉત્કૃષ્ટ કાર્ય થશે જે સમાજ નિર્માણ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Previous articleપ્રિયંકા ગાંધી દુર્ગા, ઇન્દિરાજીનાં આધુનિક અવતાર : પરેશ ધાનાણી
Next articleCA ફાઇનલનું પરિણામ જાહેર  ૨૮૪ વિદ્યાર્થીઓ પાસ થયા