નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૨મી જયંતીના અવસર પર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ મ્યુઝિયમમાં સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ સાથે જોડાયેલ વસ્તુઓને પ્રદર્શિત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર બૌઝ પણ હાજર છે. આ સિવાય વડાપ્રધાન યાદ-એ-જલિયાં મ્યુઝિયમ (જલિયાંવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ પર મ્યુઝિયમ) અને ૧૮૫૭ (પ્રથમ સ્વંત્રતા સંગ્રામ) પર મ્યુઝિયમ અને ભારતીય કલા પર દ્રશ્યકલા મ્યુઝિયમ પણ ગયા. કહેવાય છે કે આ મ્યુઝિયમમાં નેતાજી દ્વારા ઉપયોગ કરાયેલ લાકડાની ખુરશી અને તલવાર સિવાય આઇએનએ સાથે સંબંધિત પદક, બેજ, વર્દી, અને બીજી વસ્તુઓ સામેલ છે. ઉલ્લેખનીય છેક કે આઈએનએની વિરૂદ્ધ જે કેસ નોંધાયો હતો, તેની સુનવણી લાલ કિલ્લામાં જ થયું હતું. આ જ કારણ છે કે અહીં પર સંગ્રહાલય બનાવ્યું છે.
સંગ્રહાલયમાં આવનારા લોકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયું છે, જેમાં ફોટો, પેન્ટિંગ, અખબારની ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો-વીડિયો ક્લિપ, એનિમેશન અને મલ્ટીમીડિયાની સુવિધા હશે. આપને જણાવી દઇએ કે હજુ થોડાંક સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ હિન્દ ફૌજ દ્વારા અંદમાન નિકોબારમાં લહેરાવેલ ત્રિરંગાના ૭૫ વર્ષ પૂરા થવા પર અહીંની મુલાકાત કરી હતી. આ દરમ્યાન વડાપ્રધાને ત્રણ દ્વીપોનું નામ સુભાષ ચંદ્ર બોઝના નામ પર કરાવાની જાહેરાત કરી હતી. અંદમાનમાં હાજર હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ, નીલ દ્વીપનું શહીદ દ્વીપ અને રૉસ દ્વીપને નેતાજી સુભાષ ચંદ્ર દ્વીપના નામથી ઓળખાશે.