ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાની ખરાબ તબિયતના કારણે દિલ્હી પરત ફરશે. પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં નિર્ધારિત રેલીમાં તેમની સામેલ થવાની શક્યતા નથી. ભાજપના નેતાઓએ આ જાણકારી આપી. ભાજપના પ.બંગાળ યૂનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે અગાઉ જણાવ્યું હતું કે, અમિત શાહ ખૂબ બીમાર છે. તેમ છતાંય તેઓએ અહીં આજે રેલીમાં ભાગ લીધો. સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા બાદ હોસ્પિટલાં સારવાર લીધી હતી અને થોડા દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી.
ઘોષે વધુમાં જણાવ્યું કે, શાહને ડોક્ટર્સે સલાહ આપી છે કે તેઓ ખરાબ તબિયતના કારણે કોઈ રેલીમાં ભાગ નહીં લે. તેઓએ કહ્યું કે, જો તેમની તબિયત ઠીક રહેશે તો જ તેઓ ઝારગ્રામમાં રેલીને સંબોધિત કરશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, શાહે તેમને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે અન્ય નિધાર્રિત રેલીઓ સમય પર થાય.
આ પહેલા શાહે માલદામાં રેલીને સંબોધિત કરતાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેઓએ કહ્યું કે નાગરિકતા (સંશોધન) બિલ પાસ થયા બાદ તમામ બંગાળી શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.