દામનગર શહેર માં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલી યોજાય વોર્ડ નં ૪ માં થી પ્રસ્થાન થયેલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બેટી બચાવો બેટી પઢાવો ની હદયસ્પર્શી અપીલ સાથે નગરપાલિકા ખાતે પહોંચી હતી જ્યાં માનવીય અસમાનતા અંગે સુંદર વક્તવ્ય આપતા આંગણવાડી બહેનો આઈ સી ડી એસ શેખા સાહેબ ના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો અભિયાન અંતર્ગત સરકાર શ્રી ના ઉદેશો સાથે સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી. દામનગર નગરપાલિકા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલી ના સમાપન પ્રસંગે પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ચીફ ઓફિસર ત્રિવેદી પાલિકા સદસ્યો કર્મચારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ શહેર ભર ની આંગણવાડી વર્કર હેલ્પર સહિત શહેર ના વિવિધ વિસ્તારો ના અગ્રણી ની વિશાળ ઉપસ્થિતિ માં સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી.