ભાવનગર રકતદાન માટે અગ્રેસર છે. ત્યારે શતકવીર રકતદાતા હનુમંતસિંહ ચુડાસમાએ પોતાના રકતદાનના ૧૧૧ રાઉન્ડ પુરા કરવાબ દલ આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે શુભેચ્છા મુલાકાતે ગયા હતાં. આ સમયે ડીવાયએસપી મનીષ ઠાકરે ભાવનગરની રક્તદાનની પ્રવૃત્તિને બિરદાવી હતી અને પોતાએ પણ હમણા જ ર૧મી વખત રક્તદાન કર્યું છે. આ સમયે ભાવનગરના તમામ રક્તદાતા સાથે શતકવીર રક્તદાત હનુમંતસિંહ ચુડાસમાને શુભેચ્છા પાઠવી હતી.