પ્રયાગરાજ (અલ્હાબાદ) કુંભ મેળા ત્રિવેણી સંગમ મુક્તિ માર્ગ મુકામે વરતેજ નાની ખોડિયાર દુઃખીશ્યામ બાપા આશ્રમના મહંત ગરીબ રામબાપુ તેમજ જયદાસ બાપુ સમસ્ત -સેવક સમુદાયે અબ્નક્ષેત્ર ઉભુ કરીને ભાવિકો સત્સ્ગ – સેવા ધર્મ લાભ અને દિવ્ય પ્રસાદનો ત્રિવિધ લાભ મેળવવા તેમજ આ પ્રસંગે પરમ વિભુતિઓના દર્શન તેમજ ત્રિવેણી સંગમમાં સાધુ-સંતો મહંતોની સંગાથે શાહી સ્નાનો લાભ મેળવી રહેલ છે. તેમજ આ આશ્રમમાં ભાગવત-કથાકાર હરીસિધ્ધી દીદીની કથા રાખવામાં આવેલ છે. આ પ્રસંગે શૃગેરીમઢના સ્પતશૃગેરી ઋષીઓ (ઓરીસ્સા)નું ભવ્ય સ્વાગત મહંત ગરીબ રામ-બાપુ સમસ્ત સેવક સમુદાયે કરેલ. ગોહીલવાડની ધર્મધ્વજા સંગમ તીર્થ (અલ્હાબાદ) મુકામે પ્રજવલીત કરેલ છે.