ઈગ્લીંશ દારૂની ૧૨ બોટલ સાથે સિહોરનો મુબારક પોલીસની ઝપટમાં

997

ભાવનગર પોલીસ અધિક્ષક પી.એમ. માલ તથા નાયબ પો.અધિ. આર.ડી. જાડેજાની સુચના મુજબ સિહોર પોલીસ સ્ટેસનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર પી.આર.સોલંકીનાં માર્ગદર્શન હેઠળ બાતમી આધારે મુબારકભાઈ મહમંદભાઈ આબેડલ્લા રહે વોરાવાડ મોઘીબાની જગ્યા પાસે સિહોર વાળાને ઘરે રેઈડ કરતા ઈગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૨ તથા એક મોબાઈલ નં.૧ કુલ કિ.રૂા.૩૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના એચ.સી. મહેતા પ્રદ્યુમનસિંહ ગોહિલ ગૌતમકુમાર રામાનુજ, અશોકસિંહ ગોહિલ બીજલભાઈ, જયતુભાઈ દેસાઈ જોડાયા હતા.

Previous articleસુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરતું સરદાર યુવા મંડળ
Next articleએબીવીપી દ્વારા રક્તદાન કેમ્પ