ભાવનગર મહાનગર પાલિકાનું વાર્ષિક અંદાજપત્ર બજેટ આગામી ફેબ્રુઆરી માસમાં બોર્ડમાં રજુ થવાની ધારણા છે.
મહાનગર પાલિકાના વહિવટી તંતરનાં જુદા-જુદા વિભાગોનાં બજેટો અંગે વહિવટી તંતરે મળેલી બેઠકોમાં વિભાગીય અધિકારીઓએ પોત પોતાનાં વિભાગોનાં બજેટો સહિતનાં અહેવાલો કમિશ્નર સમક્ષ રજુ કરી દેતા કમિશ્નર ગાંધીની ઉપસ્થિતીમાં વખતો વખત બજેટ મુદ્દે ચર્ચા વિચારણાઓ થયા પછી બજેટ અંગે વહિવટી તંત્રે આખરી ઓપ આપી ભાવનગર મહાનગર પાલિકાનું આ વખતનું ૯૦૦ કરોડ ઉપરાંતનાં બજેટની હકિકતો જણાવતું આ વાર્ષિક બજેટ વહિવટી તંત્ર દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં પાસ થવા રવાના કર્યાનું સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
વહિવટી તંત્રે તૈયાર કરેલ ૯૦૦ કરોડ ઉપરાંતનું આ બજેટ હવે કારોબારીમાં મુકાતા બજેટ અંગેની જરૂરી પ્રક્રિયાઓ પુરી કરવા સ્ટેન્ડીંગ કમિટી હવે આગામી દિવસોમાં બજેટ બેઠક રાખી કમિશ્નર વહિવટી પાંખે રજુ કરેલા બજેટ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી આ બજેટમાં કેટલાંક સુધારા વધારા કરી પાસ કરશે. આ અંગેની વહિવટી પ્રક્રિયા પણ ટુંક સમયમાં હાથ પર લેવાય તેમ સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
સેવા સદનને દર માસે ઓકટોની ૩ કરોડ ૧૯ લાખ જેવી રકમ સરકાર આપે છે
ભાવનગર મહાપાલિકાને ઓકટોય લેવાનું સરકારે બંધ કર્યા પછી સરકાર દ્વારા તેનાં બદલામાં સેવા સદનને સરકાર દર માસે રૂા.૩ કરોડ ૧૯ લાખ જેવી રકમ સરકાર આપે છે. આ રકમમાંથી તંત્ર તેનો વહિવટ ખર્ચ કરે છે. સેવા સદન દ્વારા પ્રાપ્ત વિગત મુજબ તંત્રનાં બે હજાર ઉપરાંત કર્મીઓ પાછળ પગાર વિગેરે ખર્ચ માટે દર માસે સાડા આઠ કરોડ જેવો ખર્ચ હોવાનું કહેવાય છે. જેમાં કર્મચારીઓના પગારો, પેન્શનરો, સ.કામદારોનાં પગારો વિગેરે ખર્ચ થાય.
સેવા સદનમાં ર૦૦ જેટલા કોમ્પ્યુટરો છે
ભાવનગર મહાનગર પાલિકામાં આવેલા કોમ્પ્યુટર વિભાગ અને પૂર્વ-પશ્ચિમ ઝોનલ ઓફિસો સહિત કુલ મળીને કુલ ર૦૦ જેટલા કોમ્પ્યુટરો આવેલા છે. જેમાં ૧૦૦ જેટલા પ્રિન્ટર મશીનો આ વિભાગમાં થોડા વધુ કોમ્પ્યુટરોની અને મહેકમ પ્રમાણે સ્ટાફની પણ જરૂર હોવાની વિગતો મળે છે.