ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી ગેલ

739

વેસ્ટ ઇન્ડ઼ીઝના બેટ્‌સમેન ક્રિસ ગેલ ટી૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા લગાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ગેલે આ સિદ્ધિ બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ૨૫માં મેચમાં મેળવી છે. રંગપુર રાઈડર્સ તરફતી રમતા ગેલે આ મેચમાં સુલ્ના ટાઈટન્સ વિરૂદ્ધ ૪૦ બોલમાં ૫ છગ્ગા ફટકારીને ૫૫ રન બનાવ્યા હતા. તેની સાથે જ ગેલે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

ગેલે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ૩૬૩ ટી૨૦ મેચ રમ્યા છે અને તેમાં ૯૩૦ ચોગ્ગા અને ૯૦૦ છગ્ગા ફટકારતા ૧૨૧૮૯ રન બનાવ્યા છે. ગેલે ૧૨૧૮૯માંથી અંદાજે ૭૫ ટકા રન બાઉન્ડ્રી લગાવતા બનાવ્યા છે. ટી૨૦ ક્રિકેટમાં ૫૫૭ છગ્ગા સાથે કિરિન પોલાર્ડ આ યાદીમાં બીજા નંબર પર છે.

Previous articleઆફ્રિકાના ઑલરાઉન્ડર જોહાન બોથાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
Next articleભારતીય મહિલા ટીમનો દબદબો, ૯ વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું