શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવાની તૈયારીમાં, ૨૯મીએ થશે જાહેરાત!

587

લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, એવામાં નેતાઓના પક્ષ પલટાની શરૂઆત તો થઇ જ ગઇ છે, તો ગુજરાતમાં ૨૬ લોકસભા સીટની ચૂંટણીમાં તમામ પક્ષોએ કમર કસી લીધી છે. એવામાં વરિષ્ઠ નેતા એવા શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં એનસીપીમાં જોડાવાની શક્યાતાઓ વહેતી થઇ છે.અમદાવાદમાં ૨૯ જાન્યુઆરીએ એનસીપીનું સંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે એનસીપીમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે. શરદ પવારની હાજરીમાં શંકરસિંહ એનસીપીનો ખેસ ધારણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી, ભાજપમાં જોડાયા હતા પણ ભાજપમાં પણ અવગણનાની લાગણી અનુભવતા તેમણે ભાજપ પણ છોડી દીધું હતું. કોંગ્રેસ છોડ્‌યું અને ભાજપમાં ફાવ્યું નહીં, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં બાપુ અને તેમના પુત્રની કઇ ભૂમીકા હશે તે જોવું રહ્યું.

Previous articleસાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
Next articleપેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્‌ટી ઓર્ગેનાઇ ઝેશનનો કંટ્રોલર ૧.૫ લાખની લાંચ લેતાં પકડાયો