જાફરાબાદ તાલુકાના ફાચરીયાથી ત્રાકુડાનો વર્ષો જુનો રોડનો પ્રશ્ન ઉકેલાયો. રાજ્ય સરકાર દ્વારા મંજુરીની મહોર લાગી. રૂા.૧ કરોડ મંજુર થતા બાંધકામ ખાતાના ચેરમેને ખાતમુર્હુત સાથે કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે.જાફરાબાદના ફાચરીયાથી ત્રાકુડા રોડ બાબતે ૧૦ ગામના સરપંચો દ્વારા અને ટીકુભાઈ વરૂ દ્વારા વારંવાર સરકારને નવા રોડ બનાવવાની વર્ષો જુની માંગ આખરે નવો રોડ બનાવવા ગુજરાત સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની મંજુરીની મહોર મારતા ૧૦ ગામની જનતામાં ખુશીની લહેર સાથે ગઈકાલે જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ દ્વારા અને આજુબાજુના ગ્રામ આગેવાનો ભગીરથભાઈ વરૂ, જાદવભાઈ પટેલ સહિત ૧૦ ગામના લોકોમાં વર્ષો જુનો ગંભીર રોડ પ્રશ્ન કામગીરી સાથે જોતા ખુશીનો માહોલ છવાયો છે.આ રોડ બનતા નેશનલ ફોર ટ્રેક દુધાળાથી નવી જીકાદ્રી, પીછડી, ફાચરીયા-ત્રાકુડા રોડ શરૂ થવાથી આ વિસ્તારના ૧૦ ગામોએ એસ.ટી. બસ જોઈ નથી. તે હવે રોડ બન્યા પછી ટીંબી, હેમાળ, નાગેશ્રી કે સા.કુંડલા, ખાંભા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જીંદગી અભ્યાસક્રમથી હરીભરી થશે.