ભારત દેશ સ્વતંત્ર થયાં બાદ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦માં સંવિધાન સભા યોજાઇ. આ સંવિધાન સભાની યાદમાં એ વેળાએ ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરો પણ પડાવી હતી. ભારતનું બંધારણ લખાયું એ ગ્રંથ અને સંવિધાન સભાની વિશાળ તસવીર સાથે ગુજરાત યુનિવર્સિટી પ્રાંગણમાં એક શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં એન.સી.સી. કેડેટ ગજરાજની અંબાડી પર બેસી બંધારણ ગ્રંથને સાથે લીધો હતો. ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં શરુ થયેલી આ શોભાયાત્રા આખાય કેમ્પસમાં ઉપરાંત નજીકના વિસ્તારોમાં પણ ફરી હતી.