સત્તાધારી ટીડીપી સાથે જોડાણ કર્યા વગર આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરી હતી. એઆઇસીસીના મહામંત્રી અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઊમેન ચંદીએ જણાવ્યું હતું કે એમનો પક્ષ વિધાનસભાની ૧૭૫ અને લોકસભાની ૨૫ બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા કરશે. ટીડીપી અમારી સાથે ફક્ત રાષ્ટ્રીય સ્તરે જોડાયેલી છે અને માટે રાજ્યસ્તરે અમારું જોડાણ નથી. પીસીસીની હોદ્દેદારોની બેઠક બાદ ચંદિએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ફરી પાછા ૩૧મી જાન્યુઆરીએ ભેગા થઇને ચૂંટણીનો વ્યૂહ ઘડશે. એપીસીસીના પ્રમુખ એન. રાઘુવીરા રેડ્ડીએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે જોડાણનો નિર્ણય એમણે પોતાના પ્રમુખ રાહુલ ગાંધી પર છોડયો છે.
જોકે, પાછળથી ઉમેર્યું હતું કે આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસ એકલે હાથે જ બંને ચૂંટણીઓ લડશે.