લોકસભા ચૂંટણી પહેલાં ઈફસ્ને લઈને એક વખત ફરી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ નિવેદન આપ્યું છે કે, હું સ્પષ્ટ રીતે જણાવવા માંગુ છું કે આપણે લોકો બેલેટ પેપરના સમયમાં પરત નથી ફરી રહ્યાં. આપણે ઈફસ્ અને ફફઁછ્થી જ ચૂંટણી કરાવીશું. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ સ્પષ્ટ કહ્યું કે, “કોઈના દબાણ કે ધમકીઓના કારણે બેલેટ પેપરના યુગમાં પરત નહીં ફરીએ. ઈફસ્ અને ફફઁછ્ને લઈને રાજકીય પક્ષો સહિત અન્ય લોકોની નિંદા કરવાનો અને ફીડબેક આપવાનો રસ્તો ખુલ્લો જ છે. મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બે દિવસ પહેલાં જ લંડનમાં ભારતીય મૂળના એક હેકરે દાવો કર્યો હતો કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઈફસ્ હેક થયું હતું અને ભાજપે ગોટાળા કરી ચૂંટણી જીતી હતી. સુનીલ અરોડાએ કહ્યું, “અમે લોકો બેલેટ પેપરના સમયમાં પરત નથી જઈ રહ્યાં, અમે ઈફસ્ અને ફફઁછ્ને જ યથાવત રાખીશું.” તેઓએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની નિંદા અને પ્રતિક્રિયા માટે તૈયારી છીએ, તે પછી રાજકીય પક્ષ દ્વારા જ કેમ કરવામાં આવતી ન હોય. સતત થતી નિંદા છતાં ઈફસ્ અને ફફઁછ્ને નહીં છોડીએ અને બેલેટ પેપરના સમયમાં પરત નહીં ફરીએ. અમેરિકી સાઈબર એક્સપર્ટે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો હતો કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઈફસ્માં ગોટાળા થયા હતા. આ ઉપરાંત ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. આ ખુલાસાઓ બાદથી જ અનેક વિપક્ષી પાર્ટીઓએ સવાલો કર્યાં હતા.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ કહ્યું હતું કે એક્સપર્ટ દ્વારા લગાવવામાં આવેલાં આરોપોની તપાસ થવી જોઈએ. જો કે ચૂંટણી પંચે આ દાવાઓને પાયા વગરના ગણાવ્યાં હતા. તો ભાજપે કહ્યું હતું કે હેકર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ કોંગ્રેસ દ્વારા આયોજિત છે.