૨૨ ટ્રેનોના રુટ લંબાવાયા, ગુજરાતની ટ્રેનોનો પણ સમાવેશ

876

ભારત જેવા મોટા દેશમાં લાંબા અંતરની અવરજવર કરવા માટે આજે પણ લોકો ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં દેશના રેલવે મંત્રી દ્વારા પિયુષ ગોયલ દ્વારા ૨૨ ટ્રેનોના રુટ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રી દ્વારા રુટના વિસ્તરણ કરવામાં આવેલી ટ્રેનમાં આ ટ્રેનનો સમાવેશ થાય છે. બાન્દ્રા-પટના એક્સપ્રસને એક્સટેશન આપીને હવે તેને સહરસા સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રે્‌ન પણ ગુજરાતના વાપી, વલસાડ અને ઉધના સ્ટેશન થઈ આગળ વધે છે. માતા વૈષ્ણોદેવી-કટરા-અમદાવાદ સર્વોદય એક્સપ્રેસ ટ્રેનનો રુટ પણ ગાંધીધામ સુધી લંબાવાયો છે. આ સર્વોદય એક્સપ્રેસ ટ્રેનને વિરમગામ, ગાંધીધામ, ધાંગધ્રા અને સામખિયાળી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર-ધાંગધ્રા ડેમુ ટ્રેનનો રુટ બોટાદ સુધી લંબાવવામાં આવ્યો છે. હવે આ ટ્રેન કુંડલી, રાણપુર, ચૂડા, લિંબડી, વઢવાણ સિટી, જોરાવર નગર, સુરેન્દ્રનગર સ્ટેશન પર ઊભી રહેશે. પ્રતાપનગર- છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન હવે મોટી સદલી સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનને લંબાવાયેલા રૂટ પર પદલિયા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Previous articleઆંધ્રપ્રદેશમાં કોંગ્રેસ વિધાનસભા-લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે
Next articleબારામૂલા જિલ્લો આતંકમુક્ત