ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ.સોલંકી તથા સ્ટાફના અજયભાઈ રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, ભગીરથસિંહ ગોહિલ, બળભદ્રસિંહ ગોહિલ, અશોકભાઈ બાવળીયા, દિગ્વીજયભાઈ પટગીર, કૌશિકભાઈ સોરઠીયા, કુલદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હેડ કોન્સ. અજયભાઈ રાઠોડ તથા દિગ્વિજયસિંહ પટગીરને સંયુકત રીતે બાતમી રાહે હક્કિત મળેલ કે મનસુખભાઈ હિરાભાઈ ચૌહાણ રહે. જાળીયા ગામ તા. ઉમરાળા, જી. ભાવનગર વાળો તથા ભરતભાઈ મુળજીભાઈ પરમાર રહે. માંડવધાર ગામ તા. ગઢડા વાળાઓ બન્ને માંડવધાર ગામમાંથી ગઢડા તરફ ચોરાઉ મોટર સાયકલો લઈ આવે છે. જેથી તેની વોચ ગોઠવી ચોરાઉ મોટર સાયકલ સાથે પકડી પાડી આગવી ઢબે પુછપરછ કરતા અન્ય બીજા પાંચ મો.સા. ચોરી કરેલાની કબુલાત આપેલ અને જેને મો.સા. વેચેલ તે તમામ મો.સા. તથા ચોરીના મો.સા. રાખેલ વ્યક્તિઓને પકડી પાડેલ. જેમાં મનસુખભાઈ ઉર્ફે મનોજ હિરાભાઈ ચૌહાણ રહે. જાળીયા, ગામ તા. ઉમરાળા જિ. ભાવનગર હાલ-સુરત તથા ભરતભાઈ મુળજીભાઈ પરમાર રહે. માંડવધાર ગામ, તા. ગઢડા જિ. બોટાદ, વિનોદભાઈ ઉર્ફે ટિડાભાઈ વલ્લભભાઈ ઝાપડીયા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈ અનોપસિંહ ગોહિલ રહે. ઢસા ગામ, હરેશભાઈ ઉર્ફે બુધો કાળુભાઈ સુમેસરા રહે. વનાળી ગામ તા. ગઢડા વાળાની રૂા. ૧.૭પ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.