જીઆરસી દ્વારા ઢસા ખાતે કેળવણી મંડળ મહીલા કોલેજમાં જાતિય સંવેદનશીલ તેમજ મહિલાઓને લગતાં કાયદાકિય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આજરોજ ગઢડા તાલુકાના ઢસા ખાતે આવેલ કેળવણી મંડળ મહીલા કોલેજમાં જાતિય સંવેદનશીલ તેમજ મહિલા ઓને લગતાં કાયદાકિય માર્ગદર્શન જાગુત શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી.પીઓ. કે.વી. કાતરીયા જીગ્નીશાબેન પટેલ તેમજ અમિતભાઈ દવે રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને જાતિય સંવેદનશીલ તેમજ મહિલા ઓને લગતાં કાયદાકિય જાગુતા લાવવા માટે નું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું સાથે પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોટ સેંટર બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ના કાઉન્સિલર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામા આવ્યો હતો.