ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને દક્ષિણામૂર્તિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની માફક તા.૨૬મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શહેરની દક્ષિણામૂર્તિ બાલ મદીરનાં મેદાન ખાતે સવારે ૧૦ થી ૧ સુધી દેશ રમતો તો સ્કાઉટ ગાઈડ આનંદ માણશે.
આ પ્રસંગે શહેરની ૧૮ શાળાના ૪૦૦ થી વધુ સ્કાઉટ ગાઈડ મેદાન રંમતો જેવી કે સંગીત ખુરશઈ, લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કુદ વિગેરે રમતો રમશે અને સંઘભાવના, નિડરતા, આત્મ વિશ્વાસ મિત્ર ભાવ, બીજા માટે જતુ કરવાની ભાવના અને રાષ્ટ્રપ્રેમના ગુણોનો વિકાસ કરશે રંમત મહોત્સવમાં ભાગ લેનાર બાળકોમાં વિશિષ્ટ દેખાવ કરનાર સ્કાઉટ ગાઈડને પ્રોત્સાહિત અને સન્માનીત કરવામાં આવશે.
કાર્યક્રમનાં પ્રારંભે વંદેમાતરમ ગામ અને ઝંડા ગીત બાદ ભારત માતાની પ્રતિમાને સ્કાઉટ ગાઈડ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે અને રાષ્ટ્રગાન અને નારા આઝાદ હીંદ જીંદાબાદ, કોમી નારા, વંદેમાતરમ, ભારત માતાકી જયના નારાથી કાર્યક્રમની પુર્ણાહૂતી થશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટનાં માર્ગ દર્શનમાં સીનીયર સ્કાઉટ ગાઈડ રીવર રેન્જર, જહેમત ઉઠાવી રહ્યા છે.