રાજુલા જાફરાબા તાલુકાની ચાર સ્કુલોની જી.કેે.આઈ.કયુની યોજાયેલ પરીક્ષામાં રાજુલાની સરસ્વતી સ્કુલના પ્રાંજલબા બારોટ બીજા નંબરે આવતા બાબરીયાવાડના શિક્ષણજગતમાં બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજુલા અને જાફરાબાદ તાલુકાની ચાર સ્કુલોની યોજાયેલ જી.કે.આઈ.કયુ.ની પરીક્ષામાં કુમાર અને કુમારી વિદ્યાર્થીઓની પરીક્ષા જેમાં જાફરાબાદની નિજાનંદ સ્કુલ, રાજુલાની સરસ્વતી ડે. સ્કુલ, સરસ્વતી વિદ્યાલય સ્વામીનારાયણ ગુરૂકુળ સહિત સ્કુલોના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપેલ પરીક્ષામાં રાજુલાના ગોકુલનગર સ્થિત પત્રકાર તુષારભાઈ બારોટની પુત્રી કુ. પ્રાંજલબા જે પ્રેસપ્રતિનિધિ અમરૂભાઈ બારોટની પૌત્રીને સમસ્ત બાબરીયાવાડ શિક્ષણ જગત તેમજ સમસ્ત બારોટ સમાજમાંથી અભિનંદની વર્ષા થઈ રહી છે.