પીજીવીસીએલમાં લેવાયેલી હેલ્પરની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના આક્ષેપ

659

પીજીવીસીએલ વિભાગના કેટલાક એપ્રેન્ટીસો આજરોજ મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં એપ્રેન્ટીસો દ્વારા જણાવ્યું હતું કે ગત વર્ષ તા. રપ-ર-૧૮ના રોજ તંત્ર દ્વારા ઈલેકટ્રીક આસીસ્ટન્સ તથા હેલ્પરની પરીક્ષા લેવાઈ હતી.  અને તેનું  મેરીટ લીસ્‌૭ પણ વેબસાઈટ ઉપર મુકાયેલ પરંતુ જયારે લીસ્ટ મુકાયેલ ત્યારે વીએસ ૩૭૧૪નું મેરીટ નંબર ૪ર૬ હતુ જયારે તા. ૪-૧-૧૯ના રોજની ભરતી પ્રક્રિયાના ૩ રાઉન્ડના ભરતીમાં ઉપરોકત નંબરના મેરીટમાં ફેરફાર કરી ચેડા કરી ૪ર૬ના બદલે ર૦૭ કરીને ઉમેદવારને ભરતી કરાયા હોવાના આક્ષેપ સાથે રજુઆત કરાયેલ અને આ ભરતીમાં મોટેપાયે ગેરરીતિ તથા સેટીંગથી ભરતી થઈ હોવાની શંકા એપ્રેન્ટીસો દ્વારા જતાવવામાં આવેલ. જેથી તાત્કાલિક ધોરણે આભારની પ્રક્રિયા રદ્દ કરવા તથા સિનીયોરીટીના લીસ્ટ મુજબ ભરતી કરવાની માંગણી કરવામાં આવી આમ છતા દિવસ ૭માં આ મુદ્દે તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે એપ્રેન્ટીસો દ્વારા ઉચ્ચારેલ.

Previous articleનેશનલ ગર્લ્સ ડેની ઉજવણી
Next articleશહેરમાં ઠેર ઠેર બાપાની મઢુલીઓ બનાવી પ્રસાદ વિતરણ કરાયું